Gandevi : માન. કેબીનેટ મંત્રીશ્રી સી.આર.પાટીલનાં હસ્તે ૪૨.૪૩ લાખના ખર્ચે તૈયાર થયેલા વોક-વેનું લોકાર્પણ
Gandevi : માન. કેબીનેટ મંત્રીશ્રી સી.આર.પાટીલનાં હસ્તે ૪૨.૪૩ લાખના ખર્ચે તૈયાર થયેલા વોક-વેનું લોકાર્પણ
ગણદેવી નગરપાલિકા ખાતે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ૪૨.૪૩ લાખના ખર્ચે તૈયાર થયેલા વોક-વેનું લોકાર્પણ કરતા કેબીનેટ મંત્રીશ્રી સી.આર.પાટીલ
નવસારી,તા.૨૫: આજરોજ નવસારી જિલ્લાના ગણદેવી નગરપાલિકા વિસ્તારમાં ટેલીફોન એક્ષચેંજ થી ધ.ના.ભાવસાર કુમાર શાળા સુધી ગુજરાત સરકારશ્રીની સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના વર્ષ ૨૦૨૩-૨૪ની ગ્રાંટમાંથી રૂા.૪૨.૪૩ લાખના ખર્ચે તૈયાર થયેલા વોક-વેનું લોકાર્પણ કેન્દ્રિય કેબીનેટ મંત્રીશ્રી જલ શક્તિ મંત્રાલય શ્રી સી.આર.પાટીલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પરેશભાઇ દેસાઇ, ધારાસભ્યશ્રી રાકેશ દેસાઇ, ધારાસભ્યશ્રી શ્રી નરેશભાઈ પટેલ, ગણદેવી નગરપાલિકા પ્રમુખશ્રી ભાવેશકુમાર પટેલ સહિત વિવિધ મહાનુભાવો, ગણદેવી નગરપાલિકાના તમામ ચેરમેનશ્રીઓ, સદસ્યશ્રીઓ, કર્મચારીગણ અને નગરવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.
#TeamNavsari #gujarat #gandevi
Gujarat Information CMO Gujarat
Comments
Post a Comment